વાડો


પ્રાચીન કાળમાં કોંગ્રેસનો હરીજન સેલ હતો. અર્વાચીન કાળમાં ભાજપનો અનુસૂચિત જાતિ મોરચો આવ્યો. સેલ અને મોરચો બંને ખરેખર તો આ બંને પક્ષોના political ghetto (રાજકીય વાડા) છે. અનૂસૂચિત જાતિની કોઇપણ વ્યક્તિ આ પક્ષોમાં આવે એટલે એને વાડામાં મૂકી દેવાની. તમે જેવા વાડામાં દાખલ થાવ એટલે તમને વાડાના નિયમો લાગુ પડે. 


નિયમ એક, તમારે વાડામાં આવતી વ્યક્તિઓ સાથે જ સ્પર્ધા કરવાની છે. 


નિયમ બે, તમારે વાડાની બહારની કોઈપણ સવર્ણ વ્યક્તિ સાથે સ્પર્ધા કરવાની નથી. 


નિયમ ત્રણ, તમે તમારી અનૂસૂચિત જાતિ કે પરગણાના કેટલા માણસો પર કાબુ ધરાવો છો એનાથી જ તમારી કિંમત થશે.


નિયમ ચાર, તમારી પહોંચ ગ્રામ્ય સ્તરે સામાજિક ન્યાય સમિતિ, પાલિકામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને રાજ્ય સ્તરે સામાજિક ન્યાય મંત્રાલય સુધી રહેશે. 


નિયમ પાંચ, આ વાડામાં તમારે ક્યારેય બામણવાદ, બનીયાવાદ કે સવર્ણવાદ પર ચર્ચા કરવાની નથી.

Comments